School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત

Continues below advertisement

School Opening : શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ,વિદ્યાર્થીઓનું તિલક કરી કરાયું સ્વાગત 

36 દિવસનું વેકેશન પૂર્ણ,આજથી શાળાઓ ફરી ધમધમતી. શાળાઓ ફરી વિદ્યાર્થીઓના કલરવથી ગુંજી ઊઠી. રાજ્યની 54 હજારથી વધુ સ્કૂલોમાં ઉનાળુ વેકેશન પૂર્ણ. 1.15 કરોડથી વધુ વિદ્યાર્થીઓનું આજથી શાળામાં આગમન. ઉનાળુ વેકેશન 4 મે થી 8 જૂન સુધીનું રહેતા કુલ 36 દિવસની રજા. શૈક્ષણિક વર્ષ 2026-27માં પ્રથમ સત્રમાં 120 દિવસ.

રાજ્યભરમાં ઉનાળુ વેકેશન પૂર્ણ થતાંની સાથે  તમામ સરકારી, અર્ધ-સરકારી અને ખાનગી શાળામાં શૈક્ષણિક વર્ષ 2026-27નો પ્રારંભ થયો..અંદાજે  બે મહિનાથી શાંત પડેલા શાળાઓના પરિસર અને વર્ગખંડો ફરી એકવાર વિદ્યાર્થીઓના કિલ્લોલથી જીવંત બન્યા. નવા શૈક્ષણિક સત્રના પ્રથમ દિવસે વિદ્યાર્થીઓ અને શિક્ષકોમાં એક અનોખો ઉત્સાહ, ઉમંગ અને નવી આશાઓનો માહોલ જોવા મળ્યો...અમદાવાદ, રાજકોટ, સુરત, વડોદરા સહિતના શહેરોમાં શિક્ષકોએ મોઢુ મીઠું કરાવી બાળકોને આવકાર આપ્યો..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola