ગાંધીનગરના ગિયોડ ગામે ક્રિકેટ ટુનામેન્ટ બાદ યોજાયેલી રેલી મામલે પોલીસ કાર્યવાહીના આદેશ
ગાંધીનગર જિલ્લામાં ક્રિકેટ ટુર્નામેંટ બાદ વિજયના ઉન્માદમાં યોજાયેલી રેલીના પગલે હવે પોલીસ એકશનમાં આવી છે. ટુર્નામેંટ બાદ રેલી યોજ્યાનો વીડિયો વાયરલ થતા જ ગાંધીનગરના ચિલોડા પોલીસે તપાસ શરૂ કરી છે. ગીયોડ ગામે જ આ ટુર્નામેંટ યોજાઈ હતી. પોલીસે વાયરલ વીડિયોમાં દેખાતા કેટલાક લોકોની અટકાયત કરી હતી. તો કેટલાક લોકોની હજુ શોધખોળ ચાલી રહી છે.