ગાંધીનગરઃ કોરોના કાળમાં દારૂડિયાને પકડવા આ જૂની પદ્ધતિનો ઉપયોગ પોલીસ કરશે બંધ

કોરોના ચાલે છે, દારૂડિયાના મોઢા પોલીસે સુંઘવા નહીં. આવો સત્તાવાર આદેશ ગાંધીનગર ડીજીપી કચેરીથી બહાર પાડવામાં આવ્યો છે. કાયદો-વ્યવસ્થાના પોલીસ મહાનિરીક્ષકે જારી કરેલા આદેશ અનુસાર શરીર સ્થિતિનું પચનામું કરવા માટે નશાખોરના મોઢા સુંઘવાની જૂની પદ્ધતિ નવો હૂકમ ન આવે ત્યાં સુધી બંધ રાખવી.આ પરિસ્થિતિમાં અમદાવાદ શહેર પોલીસ હવે 497 બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ શરૂ કરશે. પોલીસ સ્ટેશનોમાં પડેલાં બ્રેથ એનેલાઈઝર કાઢવાથી પોલીસ કોરોનાથી બચી શકે છે. ગાંધીનગર ડીજીપી કચેરીથી બહાર પાડવામાં આવેલા આદેશમાં જણાવાયું છે કે, દારૂ કે કેફી પીણું પિધેલી વ્યક્તિ વિરૂદ્ધ કાર્યવાહી કરતી વખતે અનુસરવાની કાર્યપદ્ધતિમાં સુધારો કરવાનો રહેશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola