Gandhinagar Protest News : વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર | પોલીસે કરી પ્રદર્શનકારીઓની ટિંગાટોળી

Gandhinagar Protest News : વ્યાયામ શિક્ષકોનું આંદોલન ઉગ્ર | પોલીસે કરી પ્રદર્શનકારીઓની ટિંગાટોળી

ગાંધીનગર: છેલ્લા કેટલાક દિવસથી રાજ્યના કર્મચારીઓ જુદી જુદી પડતર માંગણીઓને લઇને શકાર સામે વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. આરોગ્યકર્મી બાદ હવે વ્યાયામ શિક્ષકો પણ કાયમી ભરતીની માંગણી સાથે ઉગ્ર પ્રદર્શન કરી રહ્યાં છે.

વ્યાયામ શિક્ષકોનો આજે   કાયમી ભરતીની માંગણી સાથે આજે ગાંધીનગર સચિવાલય પહોંચીને રજૂઆત કરવાનો પ્લાન હતો જો કે  સચિવાલય ગેટ નં.1 પર પહોંચે તે પહેલા પ્રદર્શનકારીઓને અટકાવાયા હતા. પોલીસના કાફલાએ પ્રદર્શનકારીઓને રોકીને  અટકાયત શરૂ કરી છે. એક-એકને ટીંગાટોળી કરી પોલીસ વાનમાં બેસાડવામાં આવ્યા હતા જો કે આ સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. કાયમી ભરતીની માંગણી કરી રહેલા શિક્ષકો સાથે પોલીસના વર્તનથી નારાજ કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વ્યાયામ શિક્ષકોના સમર્થનમાં NSUIના કાર્યકરો પણ આવ્યા છે અને   માગ નહીં સંતોષાય ત્યાં સુધી ગાંધીનગર ન છોડવાની ચીમકી આપી છે.

ઉલ્લેખનિય છે કે, ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે છેલ્લા 13 દિવસથી વ્યાયામ શિક્ષકો ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. નોંધનિય છે કે, રાજ્યમાં  છેલ્લા 15 વર્ષથી વ્યાયામ શિક્ષકોની કાયમી ભરતી કરવામાં આવી નથી. જેના કારણે શિક્ષકો 11 મહિનાના કરાર આધારિત યોજના હેઠળ કામ કરી રહ્યાં છે. આ શિક્ષકોના શોષણ સામે હવે વ્યાયામ શિક્ષકોએ સરકાર સામે  બાંયો ચઢાવી છે અને કામયી ભરતીની માંગણી કરી રહ્યાં છે.

ઉલ્લેખનિય છે કે, હાલ ગુજરાતમાં વ્યાયામના 1185 શિક્ષકો 11 મહિનાના કરાર આઘારિત  ભરતી મુજબ સેવા આવી રહયાં છે. લાંબા સમયથી કાયમી ભરતી ન થતાં વ્યાયામ શિક્ષકોનું ભાવિ ધુંધળું બન્યુ છે. જેથી શિક્ષકોએ હવે કાયમી ભરતી કરવાની માંગણી કરી છે. આજે કાળઝાળ ગરમીમાં મોટી સંખ્યામાં શિક્ષકો ગાંધીનગર સચિવાયલ એકઠા થયા હતા અને સરકાર સામે કાયમી ભરતીને લઇને ઉગ્ર રજૂઆત કરી હતી જો કે શિક્ષકો સચિવાલય પહોંચે તે પહેલા જ પોલીસે તેમને હટાવવાના પ્રયાસ કર્યાં હતા. આ સમયે પોલીસ અને શિક્ષકો વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. શિક્ષકોએ માંગણી ન સંતોષાય ત્યાં સુધી અમુદ્ત હડતાળ પર ઉતરવાની ચીમકી આપી છે.             

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola