Gandhinagar Rain : ગાંધીનગરમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ, જુઓ અહેવાલ
Gandhinagar Rain : ગાંધીનગરમાં ગાજવીજ સાથે પડ્યો વરસાદ, જુઓ અહેવાલ
અમદાવાદની સાથે પાટનગર ગાંધીનગરમાં પણ ધોધમાર વરસાદ ચાર રોડ ઉપર ધોધમાર વરસાદ. આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ છે. ગાજવીજ સાથે અને તેજ પવન સાથે ગાંધીનગરમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ધોધમાર વરસાદ. ગાંધીનગરમાં ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યું છે.
ગાંધીનગરના ચ રોડ પર ધોધમાર ગાજવીજ પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. વિઝિબિલિટી ઓછી થઈ ગઈ હોવાથી વાહનચાલકોને હાલાકી પડી હતી. વરસાદને કારણે વાહન ચાલકો પણ ક્યાંકને ક્યાંક પરેશાન થઈ રહ્યા છે કારણ કે વિઝિબિલિટી ઓછી થઈ જતા કેટલાક વાહન ચાલકો પાર્કિંગ લાઈટ શરૂ કરીને વાહન ચલાવવા મજબૂર બન્યા છે તો કેટલાક વાહનો વાહન ચાલકો પોતાની હેડલાઈટ શરૂ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર બન્યા છે.