Board Exam Date 2026 GSEB : ધોરણ 10 અને 12ની પરીક્ષાનો જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
Board Exam Date 2026 GSEB : ધોરણ 10 અને 12ની પરીક્ષાનો જુઓ સંપૂર્ણ કાર્યક્રમ
ગાંધીનગર: ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાઓનું ટાઇમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. આ પરીક્ષાઓ 26 ફેબ્રુઆરીથી લઈ 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-10ની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 વિજ્ઞાન પ્રવાબની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 13 માર્ચ સુધી યોજાશે. ધોરણ-12 સામાન્ય પ્રવાહની પરીક્ષા 26 ફેબ્રુઆરીથી 16 માર્ચ સુધી યોજાશે.
પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમિક્ષા કર્યા બાદ ટાઈમ ટેબલજાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા આજે ધોરણ 10 (SSC) અને 12 (HSC)ની મુખ્ય બોર્ડ પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો છે.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, ધોરણ 10 (SSC), ધોરણ-12(HSC) વિજ્ઞાન પ્રવાહ તથા સામાન્ય પ્રવાહ, ઉચ્ચતર ઉત્તર બુનિયાદી પ્રવાહ, વ્યવસાયલક્ષી પ્રવાહ, સંસ્કૃત મધ્યમના ઉમેદવારોની ફેબ્રુઆરી-માર્ચ-2026માં લેવાનાર મુખ્ય પરીક્ષા 26 ફેબ્રુઆરી, 2026થી 16 માર્ચ 2026 દરમિયાન યોજાશે. આ પરીક્ષાનો કાર્યક્રમ બોર્ડની વેબસાઇટ https://www.gsebeservice.com/ ઉપર મૂકવામાં આવેલ છે.
સૂચનોને આધારે મહત્ત્વના સુધારા
બોર્ડ દ્વારા આ વખતે એક સકારાત્મક પગલા લેવાયા છે. પરીક્ષાના કાર્યક્રમને આખરી ઓપ આપતા પહેલા શાળા સંચાલકો અને વાલીઓ પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા હતા. આ તમામ સૂચનોની વિગતવાર સમીક્ષા કર્યા બાદ જ ટાઈમ ટેબલ તૈયાર કરીને જાહેર કરવામાં આવ્યું છે.
ધોરણ-10 (SSC) પરીક્ષાનો સમય સવારનો રહેશે અને પ્રથમ પેપર ગુજરાતી વિષયનું લેવામાં આવશે. આ રીતે ધોરણ-12 (HSC) વિજ્ઞાન પ્રવાહ પરીક્ષાનો સમય બપોરનો રહેશે.