Smart Traffic Signal: ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ'

Continues below advertisement

ગાંધીનગરમાં ટ્રાફિક વ્યવસ્થા હવે 'સ્માર્ટ' બની છે.. પંચમેશ્વર સર્કલ ખાતે રાજ્યનું પ્રથમ AI ટ્રાફિક સિગ્નલ કાર્યરત. ગાંધીનગરના PDPU રોડ પર આવેલા મહત્વના પંચમેશ્વર સર્કલ પર અત્યાધુનિક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજી આધારિત સ્માર્ટ ટ્રાફિક સિગ્નલ સિસ્ટમનો પ્રારંભ કરવામાં આવ્યો. ટ્રાફિકના સુચારુ સંચાલન અને મુસાફરોનો સમય બચાવવા માટે આ જંકશનને હાઈ-ટેક ઉપકરણોથી સજ્જ કરવામાં આવ્યું છે. સિસ્ટમની મુખ્ય વિશેષતાઓ એ છે કે, ટ્રાફિક કંટ્રોલરની મદદથી રિયલ-ટાઇમમાં વાહનોની સંખ્યાનું વિશ્લેષણ કરવામાં છે. ટ્રાફિકની ગીચતા મુજબ તે સિગ્નલના સમયમાં આપમેળે ફેરફાર કરે છે, જેથી વાહનચાલકોને જંકશન પર બિનજરૂરી રાહ જોવી પડશે નહીં. આ હાઈ-ટેક કેમેરા  અલગ-અલગ 24 ઝોનમાં વાહનો અને રાહદારીઓની ગતિવિધિનું સચોટ નિરીક્ષણ કરે છે. તે પરંપરાગત સિસ્ટમ કરતા વધુ ઝડપી પ્રતિસાદ આપે છે. ગુજરાતમાં પ્રથમવાર આ જંકશન પર Reytek ઈલ્યુમિનેટેડ LED પોલ્સ લગાવવામાં આવ્યા છે. આ સ્પેશિયલ પોલ્સ રાત્રિના સમયે અને ખરાબ હવામાનમાં પણ દૂરથી સ્પષ્ટ જોઈ શકાય છે, જેથી સિગ્નલ ભંગની ઘટનાઓ ઘટશે.આ સિસ્ટમ મારફતે એકત્રિત કરવામાં આવતો ડેટા મહાનગરપાલિકાને ભવિષ્યના ટ્રાફિક આયોજન અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં ખૂબ ઉપયોગી સાબિત થશે.આધુનિક ટેકનોલોજીના અમલીકરણથી શહેરની ટ્રાફિક વ્યવસ્થા વધુ કાર્યક્ષમ બનશે.. આગામી સમયમાં શહેરના અન્ય વ્યસ્ત જંકશનો પર પણ તબક્કાવાર આવી ઇન્ટેલિજન્ટ સિસ્ટમ કાર્યરત કરવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola