Tragedy in Gandhinagar | દશામાની મૂર્તિ વિસર્જન વખતે સર્જાઈ દુર્ઘટના, પાંચ ડુબ્યા; 3ના મોત
દશામાના મૂર્તિ વિસર્જન સમયે પાંચ લોકોના મોત થયાં છે. સાબરમતી નદીમાં ડૂબી જતાં વિસર્જનનો પ્રસંગ માતમમાં બદલાય ગયો
દશામાની મૂર્તિ વિસર્જન સમયે ગાંધીનગર સાબરમતીમાં પાંચ લોકો ડૂબી જતાં હડકંપ મચી ગઇ. દશામાનું વ્રત પૂર્ણ થતાં ભક્તો દશામાની મૂર્તિનું સાબરમતી નદીમાં વિસર્જન કરવા માટે આવ્યા હતા. આ સમયે નદીની મજધારે પહોંચી જતાં અને મૂર્તિનું વિસર્જન વિધિ કરતી વખતે પાણી વધુ હોવાથી પાંચ લોકો ડૂબી ગયા છે. જેમાંથી 2 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું જ્યારે 2 મહિલા અને 1 પૂરૂષનું મોત થયું છે. ઘટનાના જાણ થતાં તાબડતોબ ફાયર ટીમ ધટનાસ્થળે પહોંચી હતી અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું. લાપતા લોકોની શોધખોલ શરૂ કરી છે. ...