Vijayadashami 2024 | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને કર્યું શસ્ત્ર પૂજન
Vijayadashami 2024 | મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસસ્થાને કર્યું શસ્ત્ર પૂજન
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વિજયા દશમીના પર્વ નિમિત્તે શસ્ત્ર પૂજન કર્યું. સિક્યુરિટીના જવાનો સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં શસ્ત્ર પૂજન કર્યું. સીએમ સિક્યુરિટીમાં રહેલા સલામતી વિભાગના જવાનોના શસ્ત્રોનું મુખ્યમંત્રીએ પૂજન કર્યું અને આ શસ્ત્ર પૂજન બાદ સીએમએ શક્તિ અને સંસ્કૃતિના પ્રતિકસમા આ અવસરે સૌ નાગરિકોને શુભેચ્છા આપી છે. મુખ્યમંત્રીએ કહ્યું શાસ્ત્ર એ જ્ઞાનનું પ્રતિક છે જ્યારે કે શસ્ત્ર એ શક્તિનું પ્રતિક છે. શાસ્ત્રની સાથે શસ્ત્રના પૂજનનો પણ અનોખો મહિમા સંસ્કૃતિમાં વર્ણવામાં આવ્યો છે. શસ્ત્ર પૂજનનો અવસર રાજ્ય દેશ અને વિશ્વમાં આસુરી શક્તિ ઉપર દેવી શક્તિના વિજયનો અવસર બની રહે તેવી પ્રાર્થના પણ કરી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે શસ્ત્ર પૂજન કર્યું વિજયા દશમીના આ પર્વ નિમિત્તે તેમને શસ્ત્ર પૂજન કર્યું છે. સીએમ સિક્યુરિટીના જવાનો સાથે તેઓએ ગાંધીનગરમાં શસ્ત્ર પૂજન કર્યું.