Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

Continues below advertisement

Ambalal Patel Rain Prediction : આજે ક્યાં ક્યાં તૂટી પડશે ધોધમાર વરસાદ? અંબાલાલની ચોંકાવનારી આગાહી

ગુજરાતમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી વચ્ચે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વની આગાહી વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ પણ ગાજવીજ અને તેજ પવન સાથે વરસાદી માહોલ યથાવત રહી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઉત્તર ગુજરાત, પૂર્વ ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં આગામી દિવસોમાં વરસાદની સંભાવના છે. સાથે જ દક્ષિણ સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટાં પડી શકે છે.

તેમણે વધુમાં જણાવ્યું કે 7 અને 8 જૂન દરમિયાન રાજ્યના અનેક ભાગોમાં વરસાદી પ્રવૃત્તિ જોવા મળી શકે છે. એટલું જ નહીં, 15થી 20 જૂન વચ્ચે પણ વાતાવરણ અનુકૂળ બનતા વરસાદની શક્યતા રહેલી છે.ચોમાસાની ગતિ  અંગે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 72 કલાકમાં કેરળમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાનું આગમન થવાની સંભાવના છે. કેરળમાં ચોમાસું બેસ્યા બાદ તેની અસર ધીમે ધીમે પશ્ચિમ ભારત તરફ આગળ વધશે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદી માહોલ વધુ સક્રિય બની શકે છે. હાલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં જોવા મળી રહ્યા છે. હવામાન વિભાગ તેમજ નિષ્ણાતોની આગાહીના આંકલન  મુજબ 5 જૂન સુધી પ્રિમોનસૂન એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ વરસી શકે છે પરંતુ મોનસૂન પણ સારી ગતિથી આગળ વઘતું હોવાથી તેની અસરથી ગુજરાતમા બિલકુલ વરસાદ બંધ થાય તેવી કોઇ શક્યતા નથી પરંતુ વાદળછાયા વાતાવરણ વચ્ચે છૂટછવાયો વરસાદ વરસતો રહશે. અને 15 જૂનથી ગુજરાતમાં ચોમાસાની વિધવત એન્ટ્રી થઇ શકે છે જેથી 15 જૂન બાદ ચોમાસાનું વરસાદ શરૂ થઇ જાય તેવી શકયતા છે. મોનસૂન એક્ટિવિટિ અને સારી ગતિથી આગળ વધતા મોનસૂનના કારણે હાલ રાજ્યના તાપમાનમાં 3થી4 ડિગ્રીનો ઘટાડો જોવા મળ્યો છે. જેથી લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola