Gujarat Garba Stone Pelting: ગાંધીનગરમાં કેમ ફાટી નીકળી હિંસા? પોલીસનો મોટો ધડાકો

Gujarat Garba Stone Pelting:  ગાંધીનગરમાં કેમ ફાટી નીકળી હિંસા? પોલીસનો મોટો ધડાકો 

ગાંધીનગરના બહિયલમાં હિંસા મુદ્દે ઘટસ્ફોટ થયો હતો. વિવાદિત પોસ્ટથી હિંસા ભડકી હોવાનો ખુલાસો થયો હતો. ઉશ્કેરણી કરી હિંસા કરાઈ હોવાનો પણ ખુલાસો થયો હતો. પોલીસ અને ફાયર બ્રિગેડ પર હુમલો કરાયો હતો. બહિયલમાં હિંસા મુદ્દે બે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. અત્યાર સુધીમાં 60 લોકોને રાઉન્ડઅપ કરાયા હતા. સોશિયલ મીડિયામાં મેસેજના કારણે હિંસા ફેલાઈ હતી. ફાયર અને પોલીસના વાહનોમાં તોડફોડ કરાઈ હતી. અસામાજિક તત્વોએ પોલીસ પર પણ હુમલો કર્યો હતો. ટોળાએ ત્રણ દુકાન, વાહનોમાં કરી તોડફોડ કરી હતી.  

બહિયલ ગામમાં પોલીસ બંદોબસ્ત યથાવત છે. બહિયલ ગામની બજાર સંપૂર્ણપણે બંધ રહ્યા હતા. તોફાની અસામાજિક તત્વોની શોધખોળ યથાવત છે. રાઉન્ડ અપ કરેલા લોકોને પોલીસ સ્ટેશન લવાયા હતા. ગાંધીનગર રેન્જ આઇજી વિરેન્દ્ર યાદવ બહિયલ પહોંચ્યા હતા અને સ્થળનું નિરીક્ષણ કર્યું હતું.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola