Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
Kalol Accident : કલોલમાં કારે એક્ટિવાને ટક્કર મારતાં મહિલાનું મોત, ભાગવા જતાં 5ને કચડ્યા
કલોલમાં બેફામ કાર ચલાવી ચાલકે પટેલ મહિલાને એક્ટિવા સાથે ઉડાડી હતી, જેમાં મહિલાનું મોત થયું છે. બાદમાં ભાગવા જતાં પાંચ લોકોને અડફેટે લીધા હતા. પરિવારે કાર ચાલકે દારૂ પીધો હોવાનો દાવો કર્યો છે. કલોલ શહેરમાં આવેલ દિવાની ફોજદારી કોર્ટ આગળ આજે રોડ પરની ઘટના. ઓવરસ્પિડમાં જતા કાર ચાલકે સર્જાયો અકસ્માત. એક્ટીવાને અડફેડે લઈને ભાગી જવા માટે કાર ટર્ન લેતા પાથરણા વાળા પર ચઢાવી. ઘટનામાં એક મહિલાનુ મોત અને 5 લોકો ઈજાગ્રસ્ત. ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક કલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવામાં આવ્યા. બેની હાલત ગંભીર જણાતા તાત્કાલિક અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા. ઘટનાની જાણ લોકોને થતાં લોકોના ટોળે ટોળા ઘટના સ્થળે ભેગા થયા. પોલીસને આ ઘટનાની જાણ થતાં તાત્કાલિક ઘટનાના સ્થળે દોડી. GJ 18 ED 1254 ની સફેદ કારે સર્જયો અકસ્માત.