Gujarat Mini Cyclone : ગુજરાતમાં ત્રાટકેલા મીની વાવાઝોડાએ લીધો 14નો ભોગ
Gujarat Mini Cyclone : ગુજરાતમાં ત્રાટકેલા મીની વાવાઝોડાએ લીધો 14નો ભોગ
Rain: ગુજરાતમાં વાતાવરણમાં પલટો આવતા અચાનક ઠેર ઠેર કમોસમી વરસાદ તૂટી પડ્યો છે, છેલ્લા બે દિવસથી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં માવઠુ થયુ છે, ગઇકાલે થયેલા માવઠાથી લોકોને મોટો માર પહોચ્યો છે. તાજા આંકડા પ્રમાણે, 53 તાલુકામાં પડેલા કમોસમી વરસાદથી 14 લોકોના મોત નીપજ્યા છે. આ આંકડા અલગ-અલગ જગ્યાના છે. આમાં સૌથી વધુ 4 મોત ઝાડ પડવાથી થયા છે.
ગઇકાલે 53 તાલુકામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો, સાંજે 6 વાગ્યા બાદ શરૂ થયેલા વરસાદે રાજ્યમાં જાન-માલની ભારે હાનિ પહોંચાડી છે. હાલ જે વિગતો સામે આવી છે તે મુજબ વાવાઝોડા સાથે ત્રાટકેલા વરસાદને કારણે રાજયમાં 14 લોકોના મોત થયા છે. આ 14 લોકોમાં કયા જિલ્લાના કેટલા લોકોના મોત થયા છે તેની વિગતો અહીં આપવામાં આવી છે. ગુજરાતમાં જ 14 લોકોના મોત થયા છે તેમાંથી 3 લોકોના મોત વીજળી પડવાથી, 4 લોકોના મોત ઝાડ પડવાથી, 1 વ્યકિતનું મોત દિવાલ પડવાથી, 1નું મકાન તૂટી પડવાથી, 1નું છત તૂટી પડવાથી, 2નું કરંટ લાગવાથી અને 1નું હોર્ડિંગ્સ પડવાથી મોત થયું છે. સૌથી વધુ 3 મોત વડોદરામાં થયા છે.