Amreli News: રાંઢીયા ગામના તળાવમાં 15 વર્ષીય કિશોરનું ડૂબવાથી મોત
અમરેલી: રાંઢીયા ગામમાં તળાવમાં નાહવા પડેલા બે કિશોરોમાંથી એકનું ડૂબી જવાથી મોત થયું છે. 15 વર્ષીય કિશોરનું ડૂબી જવાથી મોત થયું છે, જ્યારે બીજા કિશોરને બચાવી લેવામાં આવ્યો છે.
મળતી માહિતી મુજબ અમરેલીના રાંઢીયા ગામના તળાવમાં પ્રકાશ શામજીભાઈ સોલંકી નામના 15 વર્ષીય કિશોરનું ડૂબવાથી મોત. દહીંડા રોડ પર આવેલા તળાવમાં નાહવા પડેલા બે બાળકોમાંથી એક કિશોરનું થયું મોત. જ્યારે બીજા કિશોરને બચાવી લેવામાં આવ્યો છે. સ્થાનિકોએ તળાવમાં પડીને મૃત કિશોરને બહાર કાઢ્યો. જેનિષ કિશોરભાઈ સોલંકી નામના કિશોરનો બચાવ થયો. નાના એવા ગામમાં તળાવમાં કિશોરના મોતની ઘટનાથી અરેરાટી વ્યાપી
કચ્છના રાપરમાં યુવક અને યુવતીનો મૃતદેહ ફતેહગઢ નજીક વૃક્ષ પર લટકેલી હાલતમાં મળી આવ્યો છે. ચાર દિવસ પહેલા માતાની હત્યા કરી અને યુવતીનું અપહરણ કરવામાં આવ્યું હતું. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે કસેડી અને પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.