Banaskantha Accident: બનાસકાંઠાનાં અમીરગઢમાં રાજસ્થાન એસટી બસ અને બોલેરોની ટક્કરમાં 3નાં મોત
બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ખુંણીયા ગામ નજીક એક હૃદયદ્રાવક અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં રાજસ્થાન રાજ્યની એક બસ અને બોલેરો જીપ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં બોલેરો જીપમાં સવાર ત્રણ વ્યક્તિઓ કમનસીબે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યા હતા. બોલેરો ગાડીમાં ફસાયેલી લાશોને બહાર કાઢવા માટે બોલેરોના પતરાં કાપવાની ફરજ પડી હતી અને ભારે જહેમત બાદ જેસીબી મશીનની મદદ લેવામાં આવી હતી.
અકસ્માતની જાણ થતાં જ અમીરગઢ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી આવી હતી અને તપાસ હાથ ધરી હતી. પોલીસ દ્વારા અકસ્માત કયા કારણોસર થયો તે જાણવા માટે વધુ તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં પોલીસે મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે અને તેમના પરિવારજનોને જાણ કરવાની કાર્યવાહી હાથ ધરી છે. આ અકસ્માતના કારણે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
Tags :
Banaskantha Accident