બનાસકાંઠાના સાતસણની સીમમાં ચાર હાથીને કોઈ નિરાશ્રિત મૂકીને જતું રહ્યું
બનાસકાંઠા: દાંતીવાડાના સાતસણની સીમમાં ચાર હાથી જોવા લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા. બિનવારસી હાલતમાં હાથી જોવા મળતા પાંથવાડા ફોરેસ્ટ વિભાગ ઘટના સ્થળે પહોંચી હતી. ફોરેસ્ટ વિભાગે હાથીના માલિક ની શોધખોળ શરુ કરી છે.