Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

Continues below advertisement

Gujarat Rain Forecast : ગુજરાત પર એક સાથે 4 વરસાદી સિસ્ટમ સક્રીય , ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ

રાજ્ય પર એકસાથે ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાઈક્લોનિક સર્ક્યુલેશન અને બે ટ્રફ મળી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે. જેની અસરથી પાંચ દિવસ અમદાવાદ સહિત રાજ્યભરમાં તેજ પવન સાથે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. 1થી 4 જૂન દરમિયાન અમદાવાદમાં પવન સાથે વરસાદની શક્યતાને લઈ ગરમીનો પારો 3થી 5 ડિગ્રી ગગડવાનું અનુમાન વ્યકત કરાયું છે. પ્રિ-મોન્સૂન એક્ટિવિટના ભાગરૂપે ગરમીનો પારો ગગડીને 36 ડિગ્રીએ પહોંચવાની પણ આગાહી કરાઈ છે. હવામાન વિભાગે આજથી ચાર જૂન સુધી રાજ્યમાં ભારે પવન, ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. આજે હવામાન વિભાગે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. જેથી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનાર ઈન્ડિયન પ્રિમિયર લીગની ફાઈનલ મેચમાં પણ વરસાદનું વિઘ્ન નડી શકે છે. આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા,સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે. સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola