Gujarat Rain Forecast: ગુજરાત પર એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રિય, વિન્ડીની મદદથી સમજો ક્યાં ક્યાં પડશે ભારે વરસાદ?
Continues below advertisement
રાજ્યમાં આગામી બે દિવસ ભારે વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે. ખાનગી હવામાન એજન્સી વિંડીના અનુમાન મુજબ એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. આજે વલસાડ, નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, અમદાવાદ, ગાંધીનગર, ગોધરા અને રાજપીપળા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. પહેલી ઓગસ્ટે ટ્રફ સિસ્ટમના પ્રભાવથી ધોલેરા, ખંભાત, બોટાદ, સુરેન્દ્રનગર, મહેસાણા, પાટણ, પાલનપુર અને થરાદમાં વરસાદનું જોર યથાવત રહી શકે છે. બીજી ઓગસ્ટથી ટ્રફ સિસ્ટમ ધીમે ધીમે નબળી પડવાની શક્યતા છે, છતાં કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. પ્રશાસને પણ સતર્ક રહી જરૂરી તકેદારી રાખવા અપીલ કરી છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement