Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

Continues below advertisement

Gujarat Rain Forecast : એક સાથે 5 વરસાદી સિસ્ટમ સક્રીય, ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?

North Gujarat Heavy Rain Red Alert: ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર આક્રમક મૂડમાં જોવા મળી રહ્યા છે. અમદાવાદ સ્થિત ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા આજે સાંજે 4 થી 7 વાગ્યા સુધીના 3 કલાક માટે તાત્કાલિક એટલે કે 'નાઉ કાસ્ટ' (Nowcast) ચેતવણી જાહેર કરવામાં આવી છે. આ આગાહી પ્રમાણે ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં મેઘરાજા ભારે પવન અને વીજળીના કડાકા-ભડાકા સાથે તૂટી પડે તેવી પૂરી શક્યતા છે. બીજી તરફ, રાજ્યના અન્ય વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદનો માહોલ રહેશે. ચાલો જાણીએ ક્યાં કેવો વરસાદ પડશે અને શું સાવચેતી રાખવી પડશે.

તંત્ર દ્વારા ખાસ કરીને ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, મહેસાણા, અરવલ્લી અને બનાસકાંઠા જિલ્લા માટે વરસાદનું 'રેડ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.

કેવો રહેશે માહોલ? આ 4 જિલ્લાઓમાં કલાકના 15 mm કરતાં પણ વધુ વરસાદ ખાબકવાની શક્યતા છે. સાથોસાથ 41 થી 61 કિમી પ્રતિ કલાકની ઝડપે તોફાની પવન ફૂંકાઈ શકે છે. આ વિસ્તારોમાં 30 થી 60 ટકા જેટલી વીજળી પડવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.

ઓરેન્જ/યલો એલર્ટ: મધ્યમ વરસાદ ક્યાં રહેશે?

રાજ્યના મોટાભાગના અન્ય જિલ્લાઓમાં મધ્યમ વરસાદની આગાહી છે.

કયા વિસ્તારો? પાટણ, સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર તેમજ કેન્દ્રશાસિત પ્રદેશ દીવ, દમણ અને દાદરા નગર હવેલી.

કેવો રહેશે માહોલ? આ વિસ્તારોમાં 5 થી 15 mm પ્રતિ કલાકના દરે મધ્યમ વરસાદી ઝાપટાં પડી શકે છે. અહીં પવનની ઝડપ 41 કિમી પ્રતિ કલાકથી ઓછી રહેશે.

હળવો વરસાદ ક્યાં પડશે?

સૌરાષ્ટ્ર અને કચ્છના અમુક વિસ્તારોમાં મેઘરાજા માત્ર હળવી મહેર કરશે.

કયા વિસ્તારો? કચ્છ, મોરબી, રાજકોટ, અમરેલી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથ.

કેવો રહેશે માહોલ? આ જિલ્લાઓમાં 5 mm પ્રતિ કલાકથી ઓછા દર સાથે ઝરમર વરસાદ કે હળવા છાંટા પડવાની શક્યતા છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola