Gujarat Heavy Rain Forecast : ગુજરાતમાં વરસાદનો રાઉન્ડ શરૂ! 6 દિવસ મેઘરાજા મચાવશે તાંડવ

Continues below advertisement

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને ટ્રફની ત્રણ સિસ્ટમ સક્રિય થતા આગામી છ દિવસ રાજ્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.. આગામી ત્રણ દિવસ રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 50થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાઈ શકે છે. તો ત્યારબાદના દિવસોમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની શક્યતા વ્યક્ત કરાઈ.. હવામાન વિભાગ મુજબ રાજસ્થાન અને મધ્યપ્રદેશને અડીને આવેલા જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.. અરવલ્લી, મહીસાગર, દાહોદ અને પંચમહાલ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરાઈ છે.. આજે 30 જિલ્લા અને ત્રણ સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.. તો આવતીકાલે કચ્છની સાથે સૌરાષ્ટ્રના મોરબી, સુરેન્દ્રનગર, રાજકોટ, બોટાદ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.. જ્યારે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે..  આ સિવાય મધ્ય ગુજરાતના આણંદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ, વડોદરા અને છોટા ઉદેપુર જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે.. તો દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા,સુરત, તાપી,ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે.. સંઘ પ્રદેશ દીવ,દમણ અને દાદરાનગર હવેલીમાં પણ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદની આગાહીને લીધે માછીમારોને બે દિવસ દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola