Gujarat Rain : ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ, સૌથી વધુ લોધિકામાં 5 ઇંચ
રાજ્યમાં આજે પણ અનેક જિલ્લાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 69 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ રાજકોટના લોધિકામાં પાંચ વરસાદ નોંધાયો હતો. લોધિકામાં ભારે વરસાદથી કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક બરબાદ થયો હતો.
જાણો ક્યાં જિલ્લામાં કેટલો વરસ્યો વરસાદ
છેલ્લા 24 કલાકમાં લોધિકામાં પાંચ ઈંચ, મોરબીમાં ચાર ઈંચ, માળીયા હાટીનામાં સાડા ત્રણ ઈંચ, મેંદરડામાં સાડા ત્રણ ઈંચ, કુકાવાવ-વડીયામાં ત્રણ ઈંચ,કાલાવડમાં અઢી ઈંચ,રાણાવાવમાં અઢી ઈંચ,રાજકોટમાં અઢી ઈંચ, કલ્યાણપુરમાં સવા બે ઈંચ, થાનગઢમાં બે ઈંચ, જૂનાગઢમાં બે ઈંચ, કડીમાં બે ઈંચ, વાંકાનેરમાં બે ઈંચ, ગોધરામાં પોણા બે ઈંચ, કોટડા સાંગાણીમાં પોણા બે ઈંચ, ખંભાળીયામાં દોઢ ઈંચ, વંથલીમાં દોઢ ઈંચ, સાવરકુંડલામાં દોઢ ઈંચ, ધોરાજીમાં સવા ઈંચ, લીલીયામાં સવા ઈંચ, કેશોદમાં એક ઈંચ, જસદણમાં એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
આ સીઝનમાં રાજ્યમાં 143 ટકા વરસાદ ખાબક્યો છે. તે સિવાય સૌરાષ્ટ્રમાં આ સીઝનમાં 157 ટકા તો દક્ષિણ ગુજરાતમાં 148 ટકા, કચ્છમાં 188 ટકા, મધ્ય ગુજરાતમાં 134 ટકા, ઉ.ગુજરાતમાં 116 ટકા વરસાદ નોંધાયો હતો.