ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ, નદીના ધસમસતા પ્રવાહમાં પુલ પાર કરવા જતા તણાયો બાઇક ચાલક
ભાવનગરના મહુવામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદના કારણે ભાદરોડ નદીમાં પૂર જેવી સ્થિતિ સર્જાઇ હતી. નદીના ધસમસતા પ્રવાહમાં એક બાઇક ચાલકે પુલ પાર કરવાનું સાહસ કર્યું હતુ પરંતુ આ દરમિયાન તેનું બાઇક પાણીમાં તણાઇ ગયું હતું. જોકે,અંતે રાહદારીઓએ બાઇક ચાલકને બચાવી લીધો હતો.