વલસાડ: હોટલના પાર્કિંગમાં કારમાં આગ લાગતા ફફડાટ

Continues below advertisement

વલસાડ: વલસાડના પારનેરા સુગર ફેકટરી નજીક આવેલ ધ ગ્રાન્ટ હોટલ બહાર પાર્કિંગમાં મુકેલ કારમાં આગ લાગતા અફરા તફરી મચી ગઈ હતી. દિલ્હીથી મુંબઇ કાર લઇ જતાં સહિત પરિવારને થાક લાગતાં તેઓ વલસાડ હાઈવે ઉપર આવેલ હોટલ પર રોકાયા હતા. પરિવારના ત્રણ સભ્યો કારમાં જ એસી ચાલુ કરી ઉંઘી રહ્યા હતા. સ્થળ પરથી પસાર થતા રાહદારીએ કારમાંથી ધુમાડા નીકળતા જોતા તમામ સભ્યોને તરત જ બહાર કાઢ્યા હતા. આગમાં કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ છે. વલસાડ ફાયરને આગ પર કાબુ મેળવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram