Prantij News : વીજ લાઇન પર ફસાયેલ પતંગ કાઢવા જતાં લાગ્યો કરંટ, બાળકીનું મોત
Continues below advertisement
સાબરકાંઠાના પ્રાંતિજમાં વીજ કરંટ લાગતા નવ વર્ષની બાળકીનુ મોત. પ્રાંતિજની નાની ભાગોળ કહાર વાસમાં મકાનના ધાબા ઉપર પતંગ ચગાવતી બાળકીને લાગ્યો વીજ કરંટ. મકાન પાછળથી પસાર થઈ રહેલ અગિયાર હજાર કેવીની વીજ લાઇનમા ફસાયેલા પતંગને કાઢવા જતા લાગ્યો વીજ કરંટ. બાળકીને વીજ કરંટ લાગતા મકાનના ધાબા ઉપર બાળકીના બન્ને હાથ પગ બળી ભથ્થુ થઈ છુટા પડી ગયા. અન્ય બાળકોએ બુમાબુમ કરતા પરિવારના લોકો સહિત આજુબાજુના લોકો દોડી આવ્યા. બાળકીને તાત્કાલિક પ્રાંતિજ સિવિલ ખાતે લઈ જવામા આવી હતી, હાજર તબીબ દ્વારા મૃત જાહેર કરી . મૃતક બાળકી છાયાબેન રાજુભાઇ મકવાણા પ્રાંતિજ ખાતે આવેલ ગુજરાતી શાળા નંબર-૧ મા ધોરણ-૬ મા અભ્યાસ કરતી હતી. પ્રાંતિજ પોલીસને જાણ થતાં અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરાઈ.
Continues below advertisement