Monkey Attack : મહારાષ્ટ્રના નવાપુરમાં તોફાની વાનરે મચાવ્યો આતંક

ગુજરાત બોર્ડર નજીક મહારાષ્ટ્રના નવાપુરમાં તોફાની વાનરે મચાવ્યો આતંક

ગુજરાત બોર્ડર નજીક મહારાષ્ટ્રના નવાપુરમાં તોફાની વાનરે મચાવ્યો આતંક.  નવાપુરની શાળામાં તોફાની વાનરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર કર્યો હુમલો.. વાનરના આતંકના વાયરલ થયેલા આ વીડિયો જુઓ.. વિદ્યાર્થીઓ શાળાના મેદાનમાં કસરત કરી રહ્યા હતા. ત્યારે જ વાનરે વિદ્યાર્થીઓ અને શિક્ષકો પર હુમલો કરી ઈજાગ્રસ્ત કર્યા. વાનરે હુમલો કરીને એક વિદ્યાર્થીને સ્ટેજ પરથી નીચે પછાડી દીધો.  બાદમાં મેદાનમાં વિદ્યાર્થીઓ સાથે ઉભેલા એક શિક્ષક પર પણ વાનરે હુમલો કર્યો. વાનરે મચાવેલા આતંકથી શાળામાં દોડધામ મચી ગઈ. ઘટનાની જાણ થતા વનવિભાગની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર પહોંચી. તોફાની વાનરને પકડવા વનવિભાગની ટીમે પાંજરા ગોઠવી કાર્યવાહી હાથ ધરી 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola