Botad News । બોટાદના રાણપુરમાં પડતર પ્રશ્નોને લઇ સરપંચની આગેવાનીમાં યોજી મૌન રેલી

Continues below advertisement

Botad News । બોટાદના રાણપુરમાં પડતર પ્રશ્નોને લઇ સરપંચની આગેવાનીમાં યોજી મૌન રેલી 

 

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકો રાણપુર તાલુકો જેનું મુખ્ય ગામ રાણપુર જેમાં આશરે ૩૦ હજારથી વધુ વસ્તી ધરાવતું આ ગામમાં ગ્રામ પંચાયત આવેલ છે રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા રાણપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં લોકોને પડતી સમસ્યાઓને લઈ અનેક વખત રાજકીય આગેવાનો સ્થાનિક તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તેમજ ધારાસભ્ય તેમજ સાંસદ સભ્ય સુધી પોતાના ગ્રામ પંચાયત વિસ્તારમાં પડતી હાલાકી ને લઇ અવારનવાર રજૂઆતો કરેલ તેમ છતાં આજદિન સુધી કોઈપણ જાતની કામગીરી કરવામાં આવેલ નહીં જે અંતર્ગત આજરોજ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમારની આગેવાનીમાં રાણપુર ગ્રામ પંચાયતથી મામલતદાર કચેરી સુધીની મૌન રેલી કાઢવામાં આવી હતી આ રેલીમાં રાણપુર ગ્રામ પંચાયત હદના વેપારી તેમજ વેપારી મંડળના આગેવાનો તેમજ રાણપુર શહેરના અલગ અલગ વિસ્તારના મુખ્ય આગેવાનો આ રેલીમાં જોડાયા હતા. રેલી દરમિયાન રાણપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં લોકોની જરૂરિયાત મુજબની માંગણીના હાથમાં બેનર રાખી મૌન સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે રેલી પહોંચી અને રાણપુર મામલતદાર અને આવેદનપત્ર આપવામાં આવેલ તેમજ રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ ગોસુભા પરમાર દ્વારા જણાવવામાં આવેલ કે રાણપુર શહેરમાં હાલ પાણીની પૂરતી વ્યવસ્થા છે પણ પાણી વિતરણ માટે એક ઓર હેડ ટેન્ક હોય જે પણ બિસમાર હાલતમાં છે જેને અન્ય પાણી સંગ્રહ માટેની કોઈ વ્યવસ્થા ન હોય અન્ય પાણી સંગ્રહ  માટે વારંવાર રજૂઆતો કરવામાં આવેલ પણ આજદિન સુધી તેની મંજૂરી અથવા તો તે અંતર્ગતની કોઈપણ જાતની કામગીરી કરવામાં આવેલ નથી તેમ જ તાલુકા પંચાયત થી પોલીસ સ્ટેશન સુધીનો રાણપુરનો મુખ્ય માર્ગ જે બિસ્માર હાલતમાં હોય જેને લઇ પણ અવારનવાર રજૂઆતો કરવામાં આવેલ તેમજ આશરે 25 વર્ષથી વધુ સમયથી જે સોસાયટીઓ છે જે મામલતદાર કચેરીની પાછળના ભાગમાં આવેલ એવી ચાર થી પાંચ સોસાયટીમાં દર વર્ષે ચોમાસા દરમિયાન પાણી ભરાઈ જે બાબતનું નિરાકરણ ક્યારેય આવતું નથી તે માટે પણ સરપંચ દ્વારા ચોમાસા દરમિયાન વરસાદી પાણીનો નિકાલ વ્યવસ્થિત થાય તેને લઇ પણ રજૂઆતો કરેલ તેમજ રાણપુર નજીક આવેલ ફાટક જેના કારણે ફાટક આસપાસ જોવા માટે ખૂબ જ હાલાકી પડતી હોય જેવી અનેક રજૂઆતો રાણપુર ગ્રામ પંચાયતના સરપંચ પરમાર દ્વારા લેખિતમાં મામલતદારને કરેલ તેમજ આગામી દિવસોમાં જો માંગણી પૂર્ણ કરવામાં નહીં આવે તો આંદોલનના માર્ગ સાથે રાણપુર બંધ સહિત અન્ય આંદોલનો કરવામાં આવશે તે પ્રમાણેની ગોસુબા પરમાર દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવેલ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram