Navsari | બીલીમોરામાં યુવકે કરી આત્મહત્યા, વોટ્સએપ ગ્રુપમાં વીડિયો કર્યો શેર
Continues below advertisement
નવસારી જિલ્લાના બીલીમોરાના ગૌહરબાદ વિસ્તારમાં 28 વર્ષીય ચિરાગ મિસ્ત્રીનું મૃત્યુ થતાં વિસ્તારમાં ચકચાર મચી છે. ઘટના પહેલાં તેમણે એક વોટ્સએપ ગ્રુપમાં વીડિયો શેર કર્યો હોવાનું સામે આવ્યું છે, જેમાં ચાર વ્યક્તિઓ સામે ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે. વીડિયોમાં પોલીસ કર્મચારી દ્વારા ધમકી અપાઈ હોવાનો પણ ઉલ્લેખ હોવાનું કહેવાય છે. લીમડા ચોક સ્થિત જૂના મકાનમાંથી તેમનો મૃતદેહ મળી આવ્યો હતો. સ્થળ પરથી ઝેરી દવાની ખાલી બોટલ પણ મળી આવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે અને વીડિયોની સત્યતા સહિત તમામ પાસાઓની તપાસ કરી રહી છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement