Aaj no Muddo: રફ્તારને રોકો... તાયફા નહીં, કાર્યવાહી કરો

Aaj no Muddo: રફ્તારને રોકો... તાયફા નહીં, કાર્યવાહી કરો

ભાવનગર શહેરના કાળિયાબીડ જેવા ભરચક વિસ્તારમાં સાંજના સુમારે બે કાર ચાલકોએ સરાજાહેર રેસ લગાડી હતી. જે દરમિયાન પોલીસ પુત્રએ પુરપાટ ઝડપે ધસી આવી, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દેતા મહિલા સહિત બે લોકોને અડફેટે લેતા બે લોકોના મોત નિપજ્યા હતા. જ્યારે અનેક વાહનો ઘવાયા હતા. તેમજ જ્યારે બે લોકોને ઈજા થઈ.....

ભાવનગર શહેરમાં બુટલેગરો, અસમાજીક તત્વો બાદ હવે પોલીસ પુત્રનો આતંક સામે આવ્યો છે અને કાર પુરપાટ ઝડપે ચલાવી, હિટ એન્ડ રન કરી બે નિર્દોષ લોકોને મોતને ઘાટ ઉતારી દિધા છે. ભાવનગર શહેર ડિવાયએસપી હેડક્વાર્ટર ખાતે લોકલ ક્રાઇમ બ્રાંચમાં ફરજ બજાવતા પોલીસ કર્મચારી અનિરૂદ્ધસિંહ વજુભા ગોહિલના પુત્ર હર્ષરાજસિંહ અનિરૂદ્ધસિંહ ગોહિલ (ઉ.વ.20)એ સરાજાહેર ભગવતી સર્કલ નજીક ક્રેટા કાર નં. GJ 14 AP 9614 માં બેસી લાલ કલરની બ્રેઝા કાર સાથે પુરપાટ ઝડપે રેસ લગાડી હતી.

જે દરમિયાન આરોપી હર્ષરાજસિંહે 120-150 ની સ્પીડે ધસી આવી, સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી રસ્તા ઉપર જઇ રહેલા ભાર્ગવભાઇ ભરતભાઇ ભટ્ટી (ઉ.વ.33) અને ચંપાબેન પરશોતમભાઇ વાચ્છાણી (ઉ.વ.65)ને હવામાં ઉછાળતા, રોડ ઉપર પટકાયા હતા. જ્યાં ભાર્ગવભાઇનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું જ્યારે ચંપાબેનનું સારવાર દરમિયાન મોત નિપજતા પરિવારમાં ભારે શોક છવાઇ જવા પામ્યો હતો. જ્યારે પાર્થભાઇ જગતશીભાઇ ટોડા ગંભીર રીતે ઘાયલ થતાં સારવારમાં ખસેડાયા હતા. તેમજ ચારથી પાંચ વાહનોને અડફેટે લેતા ભારે અફરાતફરી સાથે હાજર રહેલા લોકોમાં નાસભાગ સાથે ભયનો માહોલ ફેલાઇ જવા પામ્યો હતો. પોલીસ પુત્રએ નિર્દોષ લોકોને મોટને ઘાટ ઉતાર્યા છતાં પોલીસે અટક કર્યા બાદ તેના મોઢા ઉપર અફસોસ નહીં હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. ધટના બાદ નિલમબાગ પોલીસે તપાસ હાથ ધરી આરોપીની અટક કરી હતી. તેમજ ઘટના બાદ તુરંત પોલીસ પુત્રના પિતા અનિરૂદ્ધસિંહ ઘટના સ્થળે પહોંચી આરોપી પુત્રને પોલીસ મથકમાં લઇ ગયા હતા.

ભાવનગર શહેરમાં રહેતા પોલીસ પુત્ર થોડાક સમય અગાઉ કાર લઇને રસ્તા ઉપર નિકળ્યો હતો. તે વેળાએ એક પોલીસ કર્મચારીએ પોલીસ પુત્રને ઉભો રાખી કારના કાગળો, લાયસન્સ સહિતના પુરાવાઓ માંગ્યા હતા. તે વેળાએ પોલીસ પુત્ર પાસે પુરાવાઓ મળી ન આવતા, પોલીસ પુત્રએ કોઇ વ્યક્તિને ફોન કરી, ઓળખાણ લગાડી હતી અને પોલીસ કર્મચારીએ પણ પોલીસ પુત્ર હોવાથી છોડી મુકતા આરોપી પોલીસની ચુંગાલમાંથી છુટી ગયો હોવાનું પણ જાણવા મળ્યું છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola