AAJ No Muddo : આજનો મુદ્દો : આત્મહત્યા એ કોઈ ઉપાય નથી.
કરી શકાય. ગુજરાતમાં પણ બાળકોના આત્મહત્યાના આંકડા ચોંકાવનારા છે. ત્યારે એ સમજવું જરુરી છે કે આત્મહત્યા એ કોઈ ઉપાય નથી.
અમદાવાદના નવરંગપુરાની સ્કૂલમાં વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લીધી. સોમ લલિત સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ સ્કૂલના ચોથા માળેથી કુદીને આત્મહત્યા કરી. ઈજાગ્રસ્ત વિદ્યાર્થિનીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી. જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યુ.. વિદ્યાર્થિનીની આત્મહત્યાના દ્રશ્યો સ્કૂલમાં લગાવવામાં આવેલ સીસીટીવીમાં પણ કેદ થયા. 24 જુલાઈ, સમય હતો બપોરના 12 વાગ્યાને 26 મિનિટનો. વિદ્યાર્થિની હાથમાં કિચેઈન ફેરવતી ફેરવતી સ્કૂલ પરિસરમાંથી પસાર થાય છે. અન્ય વિદ્યાર્થીઓની પણ હલચલ દેખાય રહી છે. ત્યારે જ કોઈ કઈ સમજે તે પહેલા જ વિદ્યાર્થિની ચોથા માળેથી કુદી ગઈ. જેને જોઈને હાજર શિક્ષકો અને વિદ્યાર્થીઓમાં પણ દોડધામ મચી ગઈ. પોલીસ અને FSLની ટીમે પણ ઘટનાસ્થળ પર પહોંચીને તપાસ શરૂ કરી. પોલીસે સ્કૂલના શિક્ષકો અને વાલીની પૂછપરછ કરી છે.. સાથે જ લાંબા સમય સુધી વિદ્યાર્થિની કેમ સ્કૂલમાં ગેરહાજર હતી તેને લઈને પણ તપાસ થઈ રહી છે. આ કિસ્સો આપણા સૌ માટે ચેતવણી સમાન છે.. જેને અવગણી ન શકાય. અને એટલે જ દેશભરમાં વિદ્યાર્થીઓની આત્મહત્યાની ઘટનાને લઈ સુપ્રીમ કોર્ટે નોંધ લીધી. સ્કૂલ, કોલેજો અને કોચિંગ સેન્ટરોમાં વિદ્યાર્થીઓમાં માનસિક તણાવ, આત્મહત્યાનું પ્રમાણ વધવા સહિતના મુદ્દાઓને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે ગાઇડલાઇન જાહેર કરી છે.