AAJ No Muddo : આજનો મુદ્દો : નહી બચી શકે ભેળસેળીયાઓ

તમે જે ખોરાક આરોગો છો તે ખાવા લાયક છે કે કેમ. આ સવાલ એટલા માટે થઈ રહ્યા છે કારણ કે છેલ્લા ઘણા સમયથી ભેળસેળીયા તત્વો બેફામ બની રહ્યા છે. ઘી, તેલ, મરી મસાલા, દૂધ અને દૂધ ઉત્પાદનો સહિતનામાં ભેળસેળ થાય છે. અને હવે તેમની સામે સખત કાર્રવાઈની તૈયારી થઈ રહી છે.. ત્યારે આજનો મુદ્દો છે 
નહી બચી શકે ભેળસેળીયાઓ. 


અમદાવાદ કોર્પોરેશને એક સપ્તાહમાં સાત એકમો સીલ કર્યા.. જેનું કારણ હતું સ્વચ્છતાનો અભાવ અને અખાદ્ય ખોરાક. જેમાં નેશનલ હેન્ડલૂમના પિસ્તા, ચેમ્પિયન બેકરીના મેંદાનાં સેમ્પલ ફેલ થતા કાર્રવાઈ કરાઈ. આ સાથે જ ફુડ વિભાગે મીઠાઈ, ફરાળી પ્રોડક્ટ સહિત ખાદ્યપદાર્થોના 217 નમૂના લેવાયા.. સાથે જ 749 કિલો  બિનઆરોગ્યપ્રદ ખાદ્ય પદાર્થનો નાશ કર્યો.


શ્રાવણ માસમાં ભેળસેળિયાઓ પર સકંજો કસવા વડોદરા મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ એક્શનમાં. ફરાળી વાનગી અને રો-મટીરીયલનું ઉત્પાદન કરનારાઓને ત્યાં ચેકિંગ કર્યુ. આરોગ્ય વિભાગની ટીમે  રાજગરા, સીંઘોડા, સાબુદાણા, મોરિયો સહિત ફરાળી લોટના સેમ્પલ લઈને લેબોરેટરીમાં પરિક્ષણ માટે મોકલાયા. નિયમનું ઉલ્લંઘન કરી સ્વચ્છતા ન જાળવનારા વેપારીઓને આરોગ્ય વિભાગે નોટિસ ફટકારી.. છેલ્લા એક અઠવાડીયામાં આરોગ્ય વિભાગે કરેલી કાર્યવાહીમાં 8 જેટલી કેન્ટીનને નિયમોનું ઉલ્લંઘન કરવા અને સ્વચ્છતા ન જાળવતા સીલ કરાઈ. 
 
આ સાથે જ આરોગ્ય વિભાગે હોટેલ એસોસિએશન, મીઠાઈ એસો. અને તેલ એસો. ના હોદ્દેદારો સાથે બેઠક કરી. અને નવા ફૂડ સેફટી એક્ટ અંતર્ગત ખાદ્ય પદાર્થોની સામગ્રી ડિસ્પ્લે પર મુકવા માટેની સુચના આપી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola