AAJ No Muddo : આજનો મુદ્દો : કયારે મળશે સસ્તુ ખાતર ?
ક્યારે મળશે સસ્તુ ખાતર. આ સવાલ ચોક્કસથી થાય.. કારણ કે, એક તરફ ખાતરની અછત છે.. તો બીજી તરફ ખાતરના ભાવ પણ દિવસેને દિવસે વધી રહ્યા છે. અન્નદાતા પર આર્થિક બોજો વધ્યો ચે. ઉત્પાદન સામે ભાવ પણ નથી મળતા. રાજ્યમાં ખાતરની અછત છેલ્લા ઘણા સમયથી છે. અલગ અલગ જિલ્લામાંથી દ્રશ્યો પણ સામે આવ્યા છે. જ્યા ખેડૂતોએ ખાતર માટે લાંબી કતાર લગાવી હોય. કામ ધંધો છોડીને વહેલી સવારથી તેઓ લાઈનો લગાવવા મજબૂર છે. અમુક જિલ્લામાંથી તો એવા પણ દ્શ્યો આવ્યા કે, જ્યા કતારમાં ચપ્પલ મૂકવામાં આવ્યા હોય.
આ વચ્ચે કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલનું કહેવું છે કે, ક્યાય ખાતરની અછત નથી. આવો સાંભળી લઈએ તેઓનું શું કહેવું છે.
કૃષિમમંત્રી રાઘવજીભાઈએ ભલે દાવો કર્યો. પરંતુ વાસ્તવિકતા શું છે એ આપને બતાવીએ.. બનાસકાંઠાના ધાનેરા અને સુરતના માંગરોળ અને ઉમરપાડામાં વિરોધ જોવા મળ્યો. ખેડૂતો ખાતર માટે લાઈનોમાં ઉભા રહેવા મજબૂર બન્યા. પાકનું વાવેતર કર્યા હાલ બાદમાં ખાતરની તાતી જરૂર હોય છે. પણ પૂરતું ખાતર ન મળતું હોવાથી ખેડૂતો વહેલી સવારથી ખેતીકામ પડતું મૂકીને કતાર લગાવે છે.
હવે સુરત જિલ્લાના ખેડૂતોનો આક્રોશ જોઈ લો. માંગરોળ અને ઉમરપાડા તાલુકાના ખેડૂતો છે. આ ખેડૂતોએ સહકારી મંડળી પરિસરમાં જ સૂત્રોચ્ચાર સાથે કર્યું ધરણા પ્રદર્શન. અલગ- અલગ પાકના વાવેતર બાદ ખાતર માટે કતારો લગાવવા છતા પૂરતું ખાતર ન મળતા હવે ધરણા શરૂ કર્યો. ખેડૂતોનો આરોપ છે કે વહેલી સવારથી મોડી સાંજ સુધી ખેડૂતો સહકારી મંડળીઓના દરવાજે લાઈનમાં ઉભા રહીએ ત્યારે માંડ એક- બે બોરી ખાતર મળે છે. ક્યારેક તો સવારથી જ સાંજ કતાર લગાવવા છતાં ખાલી હાથે જવું પડે છે પરત. આ ખેડૂતોનો વિરોધ એવો પણ છે યુરિયા ખાતરની ખરીદી સાથે હજુ પણ નેનો યુરિયા ખરીદવા ફરજ પાડવામાં આવી રહી છે.