Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર
Gujarat AAP : દિલ્લી બાદ AAPને ગુજરાતમાં લાગ્યો મોટો ઝટકો, જુઓ સૌથી મોટા સમાચાર
જૂનાગઢમાં આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. વોર્ડ નંબર 11 ના આપના ઉમેદવાર ભાજપમાં જોડાયા. અનિલ કાછડિયાએ ભાજપને જાહેર કર્યું સમર્થન. વિકાસની રાજનીતિ, સ્થાનિકોના અભિપ્રાય બાદ નિર્ણય લીધો હાવનો અનિલ કાછડિયાનો દાવો છે. તેમના મતે હું કોઈ લાલચમાં નથી આવ્યો. વોર્ડ નંબર 11 નો આમ આદમી પાર્ટીના ઉમેદવાર છું. આજે હું ભાજપના ઉમેદવાર અને સમર્થન જાહેર કર્યું છે. અમારા વિસ્તારના વિકાસના કાર્યોને અનુલક્ષીને વિસ્તૃત ચર્ચા કરતાં અને અમારા વિસ્તારના લોકોની સાથે પણ ચર્ચા કરતાં એ લોકોના સંતોષ હોવાથી વિકાસના કાર્યોને અનુલક્ષીને ભાજપને સમર્થન આપું. કોઈ પણ જાતની લાભ લાલચ કે મને કોઈ આજ સુધી ક્યારે કોઈએ કોઈપણ પાર્ટી કે કોઈપણ વ્યક્તિએ ધાક ધમકી કે લોભ લાલચ આપેલ નથી અને હું એમાં બિલીવ કરતો પણ નથી.