Rajkot Game Zone Fire | Ronak Patel | રાજકોટ આગકાંડમાં કાચું નથી કપાયું, કાચું જાણી જોઇને કાપ્યું છે

Rajkot Game Zone Fire | Ronak Patel | રાજકોટ આગકાંડમાં 28 નિર્દોષોના જીવ ગયા છે, ત્યારે એબીપી અસ્મિતાએ મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ મળે તે માટે એક અભિયાન હાથ ધર્યું છે. એબીપી અસ્મિતા આગકાંડને લઈ પળેપળના અપડેટ આપના સુધી પહોંચાડી રહ્યું છે. ત્યારે એબીપી અસ્મિતાના એડિટર રોનક પટેલે આગકાંડ મુદ્દે ખાસ વાત કરી હતી. તેેમણે કહ્યું હતું કે, રાજકોટ આગકાંડમાં કાચું નથી કપાયું, કાચું જાણી જોઇને કાપ્યું છે. તેમણે આ આગકાંડને સરકારની કામગીરી પર પણ સવાલ ઉઠાવ્યા હતા. જુઓ એબીપી અસ્મિતાના રોનક પટેલે એબીપી અસ્મિતાના ડીજીટલ પ્લેટફોર્મ શું કરી ખાસ વાત?

રાજકોટના નાનામવા રોડ પરના ટીઆરપી ગેમ ઝોનમાં ગુનાહિત બેદરકારીથી લાગેલી આગમાં મૃત્યુ આંક સત્તાવાર રીતે ૨૮નો હોવાનું સરકારે જાહેર કર્યું છે. આગમાં મૃતદેહો એટલી હદે બળી ગયા હતા કે ડીએનએ ટેસ્ટથી ઓળખ કરવી પડી હતી. અત્યાર સુધીમાં કુલ 25 મૃતદેહ તેમના સ્વજનોનો સોંપવામાં આવ્યા છે. જેમાં ગેમ ઝોનના માલિક પ્રકાશ જૈનનો પણ સમાવેશ થાય છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola