Valsad Incident: વલસાડમાં ઓરંગા નદી પર પૂલની કામગીરી સમયે દુર્ઘટના

Continues below advertisement

વલસાડમાં નિર્માણધીન બ્રિજનું સ્ટ્રકચર તૂટી પડતાં પાંચ શ્રમિકો ઇજાગ્રસ્ત થયા છે. બાદ શ્રમિકનું રેસ્ક્યુ કરાયું હતું અને શ્રમિકોને ગંભીર ઇજા પહોંચતા તાબડતોબ હોસ્પિટલ ખસેડાયા છે. બે પિલર વચ્ચે ટેકો ખસી જતા ધડાકાભેર સમગ્ર સ્ટ્રકચર તૂટી ગયુ હતું. ક્રેન વડે કાટમાળ હટાવવાની કામગીરી ચાલું છે.

ઉલ્લેખનિય છે કે, વલસાડ શહેરના કૈલાશ રોડ ઔરંગા નદી પરના પુલના નવ નિર્માણની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરી દરમિયાન બાંધેલી પાલણ (બામ્બુ)નું સ્ટકચર તૂટી પડ્યું હોવાથી આ દુર્ઘટના સર્જાઇ હતી ધટનાની જાણ થતાં ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 5 ઇજાગ્રસ્ત શ્રમિકોને હોસ્પિટલ સારવાર અર્થે લઇ જવાયા છે. આ ઘટના આજે નવ-સવા નવ વાગ્યાની આસપાસ બની હતી. મળતી માહિતી મુજબ ઓવરબ્રિજ માટે ગડર મૂકવામાં આવ્યો હતો. જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રકચરનો એક ભાગ સ્લીપ થઇ ગયો હતો અને સમગ્ર સ્ટ્કચર તૂટી ગયું હતું અને તેમાં 5 શ્રમિકને ઇજા પહોંચી છે. હાલ ઘટના અંગે જાણવાજોગ ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે, જે બાદ આ દુર્ઘટના કેમ ઘટી તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. અત્યારે કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જેના કારણે ટ્રાફિક પણ પ્રભાવિત થયો છે. જેના પગલે આ વિસ્તારનો ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે,

સમગ્ર દુર્ઘટનાને લઇને કોન્ટ્રાક્ટર સામે સવાલ ઉભા થઇ રહ્યાં છે. તપાસકર્તા પોલીસ અધિકારીએ જણાવ્યું છે કે, જો કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવશે તો કડકમાં કડક પગલાં લેવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola