Gujarat Accident News | રાજ્યમાં અકસ્માતનોની વણઝાર, 6 જુદા જુદા બનાવોમાં અનેક લોકો ઘાયલ, 5 ના મોત

Continues below advertisement

ગુજરાત રાજ્યમાં આજે પાંચ જુદા જુદા સ્થળોએ ગંભીર અકસ્માતો સર્જાયા છે, જેમાં બે વ્યક્તિઓના મૃત્યુ થયા છે અને અનેક લોકો ઘાયલ થયા છે.

મુખ્ય ઘટનાઓ:

ભાવનગર: ચિત્રા વિસ્તારમાં 18 વર્ષીય વિદ્યાર્થિની ઝીલ બારૈયાનું ઈકો કારની અડફેટે મોત નીપજ્યું. તે સ્કૂલે જતી વખતે આ દુર્ઘટના બની.
પાલીતાણા: દુધાળા ગામના પાટિયા પાસે હિટ એન્ડ રનની ઘટનામાં સંજય ગઠવી નામના વ્યક્તિનું મૃત્યુ થયું. અજાણ્યા વાહનચાલકે તેમને ટક્કર મારી હતી.
ભરૂચ: કારેલીથી જંબુસર જતી સ્કૂલ બસ વરસાદી કાંસમાં ખાબકી. બસમાં સવાર 15 વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ.
અંકલેશ્વર: ડી માર્ટ પાસે ST બસ અને JCB વચ્ચે અકસ્માત સર્જાયો.
કચ્છ: અંજાર ગાંધીધામ હાઈવે પર ટ્રકની અડફેટે એક યુવતીનું મોત નીપજ્યું.
અંબાજીના ત્રિશુલિયા ઘાટ ઉપર લક્ઝરી બસ પલટી, ત્રણના મોત


રાજ્યમાં આજે અકસ્માતોની વણઝાર. ભાવનગરના ચીત્રા પાસે સ્કૂલે જતી વિદ્યાર્થિનીનું ઈકો કાર અડફેટે મોત. ઝીલ બારૈયા નામની 18 વર્ષીય વિદ્યાર્થિની સ્કૂલે જતી હતી એ સમયે ઈકો કારે તેને ટક્કર મારી. પાલીતાણાના દુધાળા ગામના પાટીયા પાસે હીટ એન્ડ રનની ઘટના. અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા સંજય ગઠવી નામના શખ્સનું મૃત્યુ થયું. ભરૂચના કારેલીથી જંબુસર જસી બસ વરસાદી કાંસમાં ખાબકી. બસમાં 15 વિદ્યાર્થીઓ હતા. તમામને નાની મોટી ઈજા પહોંચી. આ તરફ, અંકલેશ્વરના ડી માર્ટ પાસે ST બસ અને JCB વચ્ચે અકસ્માત. તો, કચ્છના અંજાર-ગાંધીધામ હાઈ વે પર ટ્રક અડફેટે યુવતીનું મોત..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram