Morbi News : મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ
મોરબીમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ. સાહિલ કટિયા નામના 20 વર્ષીય યુવકે 16 વર્ષીય સગીરાને પ્રેમ જાળમાં ફસાવી. લગ્નની લાલચ આપી તેણે અનેકવાર સગીરા સાથે દુષ્કર્મ આચર્યું.. માતાની ફરિયાદના આધારે પોલીસે આરોપી સાહિલની ધરપકડ કરી. આરોપી સાહિલ રિઢો ગુનોગાર છે. અગાઉ તેની સામે પોક્સો ઉપરાંત ચોરી અને લૂંટના ગુના નોંધાઈ ચૂક્યા છે.
મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં હાલમાં રહેતી એક સગીરા અગાઉ વીસીપરા વિસ્તારમાં રહેતી હોય ત્યારે તે જ વિસ્તારમાં રહેતા સાહિલ ઇલ્યાસભાઈ કટિયા ઉ.વ.20 નામના શખ્સે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી અને ત્યારબાદ તેને લગ્નની લાલચ આપીને અવારનવાર તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ત્યારબાદ ભોગ બનેલ સગીરાનો પરિવાર વીસીપરા વિસ્તાર મૂકી મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેવા માટે જતો રહ્યો હતો તેમ છતાં પણ સાહિલ કટિયા દ્વારા સગીરાને સંબંધ રાખવા માટે દબાણ કરવામાં આવતું હતું અને તેના પરિવારને બદનામ કરવા માટેની ધમકીઓ આપવામાં આવતી હતી. તેવી સગીરાની માતા દ્વારા મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી છે.