Kutch News: કચ્છમાં ગુલ્લીબાજ તલાટીઓ સામે થઈ કાર્યવાહી
કચ્છમાં ફરજ દરમિયાન બેદરકારી દાખવતા 63 તલાટીઓ સામે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. પંચાયતમાં ગેરહાજરી સહિતના વિવિધ કિસ્સામાં કાર્યવાહી કરવામાં આવી છે ચેકીંગમાં ગેરહાજર 30 તલાટીનો પગાર પણ કાપી લેવાયો છે. સમગ્ર તપાસનો અહેવાલ ગાંધીનગર મોકલવામાં આવ્યો છે.ઉલ્લેખનિય છે કે, કચ્છના વિવિધ ગામોમાં જિલ્લા પંચાયતના અધિકારીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરાયું હતું. આકસ્મિક આવેલા અધિકારી તલાટીઓની બેદરકારી જોતા કડક પગલા હાથ ધરરવામાં આવ્યા છે.જેમાં 63 તલાટી સામે કાર્યવાહી કરાઈ હોવાનુ જાણવા મળ્યું છે. નોંધનિય છે કે, કચ્છમાં જિલ્લા પંચાયત હેઠળ કુલ 632 ગ્રામ પંચાયતો કાર્યરત છે. આકસ્મિત ચેકિંગ દરમિયાન કેટલાક તલાટીની ગેરહાજરી અને અનિયમિતતાની હકીકત સામે આવી હતી. જેને લઇને 30 જેટલા તલાટીનો પગાર કાપી લેવાનો નિર્ણય કરાયો છે.આકસ્મીક ચેકિંગ દરમ્યાન અનિયમિતતાના કિસ્સામાં તાલુકા સ્તરેથી નોટીસ પાઠવી ગેરહાજરીના કારણો ઉચિત ન જણાય તો સબંધિતની સી.એલ. તેમજ બિન પગારી કરવા સુચના અપાઈ છે.
ગ્રામ્ય સ્તરે તમામ સેવાનું વ્યવસ્થિત મેનેજમેન્ટ થાય અને વિકાસની કામગીરીનું સંચાલન થાય તેની જવાબદારી તલાટી સહ મંત્રીની હોય છે. આ કારણે જ તલાટી સહ મંત્રીની નિયમિત હાજરી અને તેમની ફરજ પ્રત્યેની નિષ્ઠા પણ જરૂરી છે. ગ્રામ્ય કક્ષાએ વહીવટી કામગીરી સરળ અને સુચારુ બને તે હેતુસર અનિયમિતતા -ફરજ ચૂકના કિસ્સામાં શિસ્ત વિષયક કાર્યવાહી કરવામાં આવે છે.