Junagadh News | જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલ

જૂનાગઢમાં દોલતપરાના મુખ્ય પ્રવેશદ્વારનું કામ અધ્ધરતાલ. છેલ્લા ઘણા સમયથી અહીંના પ્રવેશ દ્વારનું કામ બંધ હાલતમાં છે. આ બાબતે દોલત પરા વિસ્તારના ભાજપના પૂર્વ નગર સેવક અશોક ચાવડાનું કહેવું છે કે વર્ષ 2017માં અહીંના ગેટના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ. તત્કાલીન સમયમાં આ કામ બદલ રાજ્ય સરકારમાંથી 35 લાખ જેવી રકમ આપવાની જાહેરાત કરાઇ. પરંતુ 80 ટકાથી વધુ કામ પૂર્ણ થયું. પરંતુ બાકીનું કામ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહેલ નથી. જેને લઈ રજૂઆત પણ કરવામાં આવી છે...એટલું જ નહી આ વિસ્તારના સ્થાનિકોની માંગ છે કે પ્રશાસન અને કોન્ટ્રાકટર વચ્ચે જે કોઈ બાબત હોય તેનું નિરાકરણ લાવી આ પ્રવેશદ્વારનું કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે. સમગ્ર બાબતે મનપા કમિશ્નર ઓમ પ્રકાશે ખાતરી આપી કે વહેલી તકે કામ પૂર્ણ કરાશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola