કોરોનાને નાથવા સરકાર બધુજ કરી રહી છે, લોકો નિયમો નહીં પાળે તો મુશ્કેલી થશે,  જુઓ એડવોકેટ જનરલ EXCLUSIVE

Continues below advertisement

એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,  સરકાર પોતાની ભૂમિકા બજાવી રહી છે અને ભવિષ્યમાં પણ બજાવશે. પરંતુ હવે આ લડાઇ કોરોના અને લોકો વચ્ચેની છે. હું અત્યંત સંવેદનશીલ થઈને કહું છું કે, લોકોએ એક પ્રકારની જાગૃત્તિ કેળવવાની જરૂર છે. લોકોએ પોતાની પ્રવૃત્તિ પર નિયમન કરવાની જરૂર છે. સરકાર તો બધું જ કરી રહી છે, પરંતુ જો લોકો નહીં કરે તો ઘણાં બધા પ્રશ્નો ઉભા થશે. દાખલા તરીકે માસ્ક પહેરવું જોઇએ. અનિવાર્ય રીતે પહેરવું જોઇએ, એ એ લોકોની ફરજ છે. લોકોએ પોતાના હાથ દિવસમાં જેટલી વખત ધોઈ શકતા હોય એટલી વખત ધોવા જોઇએ. કોઈ પણ એક કામ કર્યા પછી હાથ ધુઓ. લોકોએ બિનજરૂરી રીતે બહાર જવાનો પ્રયાસ ન કરવો જોઇએ. આપણે મેળાવડામાં ભાગ ન લઈએ. મેળાવડા ન થાય તેના માટેનો પ્રયાસ ચાલું છે. આપણે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ. બહારની વ્યક્તિને જેટલું ઓછું મળાય એટલું મળીએ અને જરૂરિયાત હોય ત્યારે જ બહાર જવું જોઇએ.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram