Gujarat Flood Compassion | પૂરથી ખેડૂતોને થયેલા નુકસાનની સહાય મુદ્દે સૌથી મોટા સમાચાર
Continues below advertisement
Gujarat Flood Compassion | આ વખતે સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટીને પરિણામે ખેડૂતોને પારાવાર નુકસાન થયું છે. એમાં પણ પોરબંદર, રાજકોટ અને જૂનાગઢમાં પૂરને પરિણામે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ત્યારે કૃષિમંત્રી રાઘવજી પટેલ આજે ઉપલેટાની મુલાકાતે પહોંચ્યા હતા. અહીં તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી. તેમજ લોકો સાથે વાત કરી હતી.
આ સમયે રાઘવજી પટેલે ખેડૂતોને પાક સહાયને લઈ મોટું નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોને સહાય માટેનો સર્વે ટૂંક સમયમાં કરવામાં આવશે. નોંધનીય છે કે, ખેડૂતોને થયેલા પાકનો સર્વે થયા બાદ તેમના નુકસાનને આધારે સરકાર સહાયની જાહેરાત કરતી હોય છે. જોકે, હવે જોવાનું રહ્યું કે, સરકાર સર્વે ક્યારે કરાવે છે અને કેટલી સહાય ચૂકવાય છે.
Continues below advertisement