
Gujarat Congress : કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કયા જિલ્લાના કોને બનાવાયા નિરીક્ષક?
Gujarat Congress : કોંગ્રેસના સંગઠન સર્જન અભિયાન અંતર્ગત કયા જિલ્લાના કોને બનાવાયા નિરીક્ષક?
AICC observers Gujarat: આગામી સમયમાં યોજાનારી ચૂંટણીઓ અને સંગઠનને વધુ મજબૂત બનાવવાના ઉદ્દેશ્ય સાથે કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતમાં સંગઠન સર્જન અભિયાનનો પ્રારંભ કર્યો છે. આ અભિયાન અંતર્ગત ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લાઓ અને શહેરો માટે નિરીક્ષકોની નિમણૂક કરવામાં આવી છે. આ નિરીક્ષકો આગામી તા. ૨૩ એપ્રિલ થી ૮ મે સુધી પોતાના સોંપાયેલા જિલ્લાઓની મુલાકાત લઈને સંગઠનાત્મક કાર્યો અને સ્થિતિની સમીક્ષા કરશે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પ્રત્યેક જિલ્લા માટે એક AICCના સિનિયર નેતા સાથે ચાર પ્રદેશ નિરીક્ષકોની ટીમ બનાવવામાં આવી છે. આ ટીમો દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓ અને મુખ્ય શહેરોમાં કોંગ્રેસના સંગઠનને વધુ સક્રિય અને કાર્યક્ષમ બનાવવા માટે કામગીરી હાથ ધરવામાં આવશે.
જાણો કયા જિલ્લા/શહેરમાં કોને જવાબદારી સોંપાઈ:
- કચ્છ જિલ્લા: નિઝામુદીન કાદરી
- સુરેન્દ્રનગર: કુલદીપ રાઠોડ
- મોરબી: બી વી શ્રીનિવાસ
- રાજકોટ જિલ્લા: હરીશ મીણા
- રાજકોટ શહેર: ડો બિરલાપ્રસાદ
- જામનગર જિલ્લા: સંપતકુમાર
- જામનગર શહેર: ઇમરાન મસુદ્દ
- દ્વારકા: બલરામ નાઈક પોરિકા
- પોરબંદર: રાજેશ તિવારી
- ગીર સોમનાથ: બાબુલાલ નાગર
- જૂનાગઢ જિલ્લા: ધીરજ ગુર્જર
- જૂનાગઢ શહેર: અભિષેક દત્ત
- અમરેલી: જગદીશ જાંગીડ
- ભાવનગર જિલ્લા: ભજનલાલ જાટવ
- ભાવનગર શહેર: પ્રિવરસિઘ
- અમદાવાદ જિલ્લા: મણીક્કમ ટાગોર
- અમદાવાદ શહેર: બી કે હરિપ્રસાદ
- બોટાદ: અજયકુમાર લલ્લુ
- ગાંધીનગર જિલ્લા: આર સી ખૂંટિયા
- ગાંધીનગર શહેર: ચેલ્લાવામસી ચંદરેડ્ડી
- મહેસાણા: નીરજ ડાંગી
- પાટણ: સૂરજ હેગડે
- સાંબરકાંઠા: પ્રકાશ જોષી
- અરવલ્લી: ડો શિવકુમાર
- બનાસકાંઠા: સુખદેવ ભગત
- દાહોદ: અર્જુન બાંભણીયા
- પંચમહાલ: બી એમ સંદીપ
- મહિસાગર: અમીન કાગઝી
- ખેડા: ગિડુગુ રુદ્ર રાજુ
- આણંદ: વિજેન્દ્ર સિંઘલા
- વડોદરા જિલ્લા: કુલદીપ ઇન્દોરા
- વડોદરા શહેર: હરીશ ચૌધરી
- છોટા ઉદેપુર: અસલમ શેખ
- ભરૂચ: સંજય દત્ત
- નર્મદા: ગિરીશ સોલંકર
- સુરત જિલ્લા: મિનાક્ષી નટરાજન
- સુરત શહેર: બાળાસાહેબ થોરાટ
- તાપી: કેસી પડવી
- નવસારી: પ્રફુલ પાટીલ
- વલસાડ: પ્રણીતિ શિંદે
- ડાંગ: મનીષા પવાર