SIR IN Gujarat: SIRની કામગીરીને લઈને અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ચૂંટણી આયોગને રજૂઆત
SIRની કામગીરીમાં BLO પર વધતા દબાણ અંગે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે ચિંતા વ્યક્ત કરતા ચૂંટણી આયોગને તાત્કાલિક હસ્તક્ષેપ કરવાની માગ કરી છે. સંસ્થાના અખિલ ભારતીય અધ્યક્ષ પ્રોફેસર નારાયણ લાલ ગુપ્તાએ BLOને સતત 16થી18 કલાક મેદાનમાં અને પોર્ટલ પર કામ કરવુ પડી રહ્યુ હોવાનો ઉલ્લેખ કર્યો.. એપ્લિકેશન અને પોર્ટલ વારંવાર ક્રેશ થવુ, નેટવર્કનો અભાવ અને ટેક્નિકલ સહાય ન મળવાને કારણે કામ વધુ મુશ્કેલ બન્યુ હોવાનો પણ આરોપ લગાવ્યો. મહાસંઘનો આરોપ છે કે અનેક જિલ્લાઓમાંથી અધિકારીઓ ધમકીભરી ભાષાનો પ્રયોગ, નોટિસ, પગાર અટકાવવાની ચેતવણી અને અપમાનજનક વર્તન કરતા હોવાની ફરિયાદો મળી છે.. જેને લીધે BLO શિક્ષકોમાં ભારે માનસિક તણાવ સર્જાયો છે.. મહાસંઘના મહામંત્રીએ આરોપ લગાવ્યો કે જરૂરી સાધનો, ટેક્નિકલ તાલીમ અને સહાયક સ્ટાફ ન મળવાને લીધે BLOને પોતાના ખાનગી સાધનોના આધારે કામ કરવુ પડી રહ્યું છે.. દુરના પર્વતીય અને રણપ્રદેશ જેવા વિસ્તારોમાં નેટવર્કની અછતને લીધે ઓનલાઈન વેરિફિકેશન અને ડેટા અપલોડ કરવાનું લગભગ અશક્ય બની જાય છે. 20 વર્ષ જુના દસ્તાવેજોની માગણીને લીધે BLOએ ઘણીવાર અભદ્ર વર્તન અને તણાવભરી સ્થિતિનો સમાનો કરવો પડે છે.. મહાસંઘે ચૂંટણી આયોગને મૃત્યુ પામેલા BLO શિક્ષકોના પરિવારોને એક કરોડની સહાય આપવાની સાથે જ સરકારી નોકરી આપવાની માગ કરી.. સાથે જ તમામ ઘટનાઓની ઉચ્ચસ્તરીય તપાસ કરીને દોષિત અધિકારીઓને કડક કાર્યવાહી કરવાની માગ કરી છે.. સાથે જ દરેક બુથ પર ટેક્નિકલ સહાયક, કોમ્પ્યુટર ઓપરેટર અથવા BLO સહયોગી ઉપલબ્ધ કરાવવા, BLO ફાઈવજી નેટવર્ક, ટેબલેટ કે લેપટોપ અને પ્રવાસ ભથ્થુ આપવાની માગ કરી.. મહાસંઘે એવી પણ માગ કરી કે અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે તેઓ ધમકી, દબાણ અને અપમાનજનક ભાષાનો ઉપયોગ ન કરે. BLO સાથે સન્માનપૂર્ણ વર્તન કરવામાં આવે..