Surat: કામરેજ તાલુકાના શાસક પક્ષ પર પાર્ટી ફંડના નામે નાણાંની ઉઘરાણીનો આરોપ
Continues below advertisement
સુરતની કામરેજ તાલુકા પંચાયતના શાસકો પર ગંભીર આક્ષેપો લગાવવામાં આવ્યા છે. તાલુકા પંચાયત ના માજી પ્રમુખે જ પાર્ટી ફંડના નામે ઉઘરાણા કરાતા હોવાના આક્ષેપ લગાવ્યા છે. માજી પ્રમુખ કમલેશ પટેલ દ્ધારા હાલના કામરેજ તાલુકા પંચાયતના શાસકો પર આક્ષેપ લગાવ્યા છે. કમલેશ પટેલે આક્ષેપ કરતા કહ્યું કે, પાર્ટી ફંડના નામે તાલુકા પંચાયતના કામ કરતી અલગ અલગ એજન્સીઓ તેમજ કોન્ટ્રાકટરો પાસે પાર્ટી ફંડના નામે ઉઘરાણા કરવામાં આવી રહ્યા છે. તેઓએ સુરત જીલ્લા સંગઠન પ્રમુખ તેમજ પ્રદેશ અધ્યક્ષને પણ લેખિતમાં ફરિયાદ કરી છે
Continues below advertisement