Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel : હજુ ગુજરાતમાં 3 દિવસ પડશે હાડ થીજવતી ઠંડી, અંબાલાલ પટેલની આગાહી
હજુ પણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં હાર તીજવતી ઠંડી પડવાની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે. અંબાલાલ પટેલ અનુસાર ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો 10 ડિગ્રી સુધી પહોંચી શકે. જ્યારે મધ્ય અને દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો 15 થી 18 ડિગ્રી વચ્ચે રહી શકે છે. સીત લહેરની કોઈ સંભાવના નથી. હવે લગભગ સવારના ભાગોમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે, જેમાં ઉત્તર ગુજરાતના ભાગોમાં ન્યૂનતમ તાપમાન લગભગ 10 ડિગ્રીથી નીચું રહેવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગોમાં પણ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહેશે. પંચમહાલના ભાગોમાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહેશે. કચ્છના ભાગોમાં લગભગ ઠંડી રહેશે, તેમાં નલિયાના ભાગમાં ઠંડી રહેવાની શક્યતા રહેશે, ત્યાં પણ 10 ડિગ્રી સેલ્સિયસ નીચું રહેવાની શક્યતા રહેશે, જ્યારે લગભગ તારીખ 17 મીથી ઠંડીમાં જે ઘટાડો થવાનો છે તેમાં માત્ર ઊંચું તાપમાન વધવાની શક્યતા રહેશે એટલે મહત્તમ તાપમાન લગભગ કેટલાક ભાગોમાં ગુજરાતના 28 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને કેટલાક ભાગમાં 30 કે 31 ડિગ્રી સેલ્સિયસ જેવો થઈ જવાની શક્યતા રહે.