Ambaji Bhadarvi Poonam: ભાદરવી પૂનમનો આજે ત્રીજો દિવસ, અંબાજીના માર્ગો પર શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર

Ambaji Bhadarvi Poonam: અંબાજીમાં ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે. બીજા દિવસે સાંજના 5 વાગ્યા સુધીમાં કુલ 7 લાખ 29 હજાર 450 ભક્તોએ માં અંબાના દર્શનનો લાભ લીધો હતો. જેમાંથી બીજા દિવસે 3 લાખ 58 હજાર 239 ભક્તોએ દર્શન કર્યા હતા તો ઉડન ખટોલામાં 18 હજાર 364 ભક્તોએ મુસાફરી કરી હતી. તો બસ મારફતે 71 હજાર 652 યાત્રિકોને પહોંચાડવામાં આવ્યા, જે માટે 1,524 બસ ટ્રિપ કરવામાં આવી હતી. તો મંદિર વ્યવસ્થામાં 410 ધ્વજા રોહણ કરવામાં આવી હતી. કુલ 6 લાખ 13 હજાર 66 પ્રસાદ પેકેટ અને 8 હજાર 463 ચીકી પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંદિર તરફ જતા તમામ માર્ગો પર ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. ગાંધીનગરમાં કલોલના રાધેશ્યામ નગરના પદયાત્રીઓ 24 વર્ષથી માતાજીના દરબારે પગપાળા જતા હોય છે

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola