Ambaji News | યાત્રાધામ અંબાજીમાં પરિક્રમા મહોત્સવનું આયોજન, જુઓ અહેવાલ
Continues below advertisement
Ambaji News | પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે આગામી તા.૧૨ થી ૧૬ ફેબ્રુઆરી દરમિયાન 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ - ૨૦૨૪'નું ભવ્ય આયોજન. શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના આયોજન સંદર્ભે પ્રવાસન વિભાગના અગ્ર સચિવશ્રી હારિત શુક્લાના અધ્યક્ષસ્થાને અધિકારીઓની બેઠક યોજાઇ. યાત્રાધામ અંબાજી ખાતે યોજાનાર 'શ્રી ૫૧ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ-૨૦૨૪'માં આદ્યશક્તિ મા અંબાના દર્શને આવનારા લાખો શ્રદ્ધાળુઓને એક જ સ્થળે અને એક સાથે ૫૧ શક્તિપીઠના દર્શનનો લાભ મળશે. આ મહોત્સવમાં ગુજરાત તથા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડશે. આ મહોત્સવમાં ખૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિક્રમા કરવા માટે આવશે.
Continues below advertisement