Ambaji Rain: અંબાજીમાં વીજળીના કડાકા સાથે ખાબક્યો વરસાદ, રસ્તા પર ભરાયા પાણી
અંબાજીમાં મોડી રાત્રે હવામાન વિભાગની આગાહી અનુસાર કમોસમી વરસાદ નોંધાયો હતો. દિવસ દરમિયાન ભારે ઉકળાટ બાદ રાત્રે વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર વરસાદ પડ્યો. ભારે પવન સાથે વરસાદ થતાં વિસ્તારના ખેડૂતોમાં ચિંતાનો માહોલ છવાયો છે. બાજરી, એરંડા અને મગફળી જેવા પાકોને નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.રાત્રે પડેલા ધોધમાર વરસાદથી અંબાજીમાં નીચાણવાળી દુકાનોમાં પાણીનો ભરાવો થયો હતો. આ કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.હવામાન વિભાગની આગાહી મુજબ જ આ કમોસમી વરસાદ નોંધાયો છે. ભારે પવન અને વીજળી ચમકારા સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. ખેતી ક્ષેત્રે નુકસાનની આશંકા સેવાઈ રહી છે.
બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદ ખાબકતા ખેડૂતોને નુકસાનને થયું હતું. પાલનપુર, વડગામ તાલુકામાં બાજરીના પાકને નુકસાન થયું હતું. ઢેલાણા ગામમા બાજરીનો પાક જમીનદોસ્ત થયો હતો.