Ambalal Patel | જાન્યુઆરી જ નહીં ફેબ્રુઆરીમાં પણ ગુજરાતમાં પડશે માવઠું
Ambalal Patel | કમોસમી વરસાદને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી. જાન્યુઆરી બાદ ફેબ્રુઆરી માસમાં પણ માવઠાનું સંકટ. 8 અને 9 તારીખમાં કમોસમી વરસાદ થવાની શક્યતા વધુ છે. દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદ થવાની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાત તેમજ કચ્છમાં વરસાદ થશે. આણંદ, અમદાવાદ અને ગાંધીનગરમાં કમોસમી વરસાદની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપનું જોર ફેબ્રુઆરી માસની શરૂઆતમાં વધશે. 17 અને 18 ફેબ્રુઆરીમાં પણ હવામાન બદલાશે. 17 અને 18મી તારીખે પણ કમોસમી વરસાદ થઈ શકે છે. મકરસંક્રાંતિ દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. જાન્યુઆરીના અંત સુધીમાં શિયાળો ગાયબ થતો હોય તેવું જણાશે. જાન્યુઆરીના અંત ભાગમાં ગરમીનો અનુભવ થશે . ખેડૂતોએ પાક સરક્ષણના પગલાં લેવા હિતાવહ છે.
Tags :
Unseasonal Rain Gujarat Weather Ambalal Patel Gujarat Unseasonal Rain Gujarat Rain . Unseasonal Rain