Ambalal Patel Forecast: 24 થી 30 જૂનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી | Abp Asmita | 21-6-2025

Ambalal Patel Forecast: 24 થી 30 જૂનને લઈને અંબાલાલ પટેલે કરી મોટી આગાહી | Abp Asmita | 21-6-2025

ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે. રાજ્યમાં હવામાન વિભાગે પણ આજે અનેક જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરી છે.  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આજે  ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ આજે રાજ્યમાં ભારે  વરસાદ વરસી શકે છે. આ સાથે તેમણે  આગાહી કરી છે કે, દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે. અમદાવાદ અને ગાંધીનગરમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.  અમદાવાદ-ગાંધીનગરમાં 22 તારીખની આજુબાજુમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા તેમણે વ્યક્ત કરી છે. દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે.

અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં 24 જૂનથી વરસાદનું જોર વધશે.  30 જૂન સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ  વરસી શકે છે. જુલાઈના પ્રથમ સપ્તાહ સુધી તેની અસરો જોવા મળશે. ભારે વરસાદથી નદીઓમાં નવા નીર આવશે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola