Ambalal Patel: ફંટાયું શક્તિ વાવાઝોડું? જુઓ વાવાઝોડાની હાલની LIVE સ્થિતિ અંબાલાલ પટેલ સાથે

Ambalal Patel: ફંટાયું શક્તિ વાવાઝોડું? જુઓ વાવાઝોડાની હાલની LIVE સ્થિતિ અંબાલાલ પટેલ સાથે | Abp Asmita 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં સર્જાયેલ લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. 25થી 26 તારીખ સુધી સ્પષ્ટ થશે વાવાઝોડું આવશે કે નહી. હજુ આ સિસ્ટમ મુંબઈ-ગોવાની આસપાસ છે. હવાના દબાણમાં વધઘટ થઇ રહી છે. 26 કે 27 તારીખ સુધી વાવાઝોડાનો ટ્રેક નક્કી થશે. આજથી હવામાનમાં પલટો આવશે. વરસાદનું જોર વધવાની અંબાલાલ પટેલે આગાહી કરી હતી.

તેમણે કહ્યું હતું કે અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોન બની રહ્યું છે. વાવાઝોડું બનશે કે નહી તે 26 કે 27 તારીખ સુધી નક્કી થશે. હાલમાં કેટલાક વિસ્તારોમાં 65થી 70 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ધીમે ધીમે સમુદ્રમાં 100 કિમીની આસપાસ પવન ફૂંકાશે. મુંબઈની આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકશે. વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પડશે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola